લીલીયા તાલુકાના ગોઢાવદર ગામમાં આવેલી પ્રાથમિક શાળા ખાતે શાળાના ભૂતપૂર્વ આચાર્ય કરમશીભાઈ રામજીભાઈ ભુવાએ નાના ભૂલકાઓ સાથે તેમનો ૮૨મો જન્મદિવસ ઉજવ્યો હતો. કરમશીભાઈના દીર્ઘાયુની કામના સાથે, તેમની બંને દીકરીઓ ઉષાબેન વસંતરાય ધાનાણી અને છાયાબેન સુભાષભાઈ કાછડીયા દ્વારા ગોઢાવદર પ્રાથમિક શાળાના તમામ બાળકોને જન્મદિવસ નિમિત્તે જમણવાર કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવરાત્રિનો પર્વ ચાલતો હોવાથી નાની બાળાઓને ખાસ ભેટ આપવામાં આવી હતી. ‘શ્રેયા ગોલ્ડ, સુરત’ તરફથી તમામ બાળાઓને ડાયમંડ વાળી ચાંદીની વીંટી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. શાળાના શિક્ષકગણ પણ આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ મળીને ભૂતપૂર્વ આચાર્ય કરમશીભાઈ ભુવાને દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.