હાલ અધિક શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. રાજ્યમાં મહિલાઓ ભક્તિમાં તરબોળ થઈ ગઈ છે. અમરેલીના લીલીયાના ગોઢાવદર ગામમાં ગાંધી ભવનની જગ્યામાં ભગવાન શ્રી કૃષ્ણની માટીની મૂર્તિ બનાવી એક માસ એકટાણું, ઉપવાસ કરીને વ્રતનું ઉજવણું કરી પૂજન કરી ગોપીઓ ભક્તિમાં લીન થઈ ગઈ છે.