લીલીયા તાલુકામાં ગોઢાવદર ખાતે ગોઢાવદર ખેતી સેવા સહકારી મંડળી લી.ની ૭૩ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. અરુણભાઈ પટેલ અમરેલી જી.મ.બેંકના વાઇસ ચેરમેનની અધ્યક્ષતામાં યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં મંડળીના મંત્રી ભીખુભાઇ ભટ્ટે વાર્ષિક હીસાબો રજૂ કર્યા હતા. મંડળીએ ૫,૫૫,૯૯૧.૯૪નો નફો કરેલ અને સભાસદોને ૧૨% ડિવિડન્ડ જાહેર કર્યુ હતું. અમરેલી જિલ્લા સહકારી બેંકના વાઇસ ચેરમેન અરુણભાઈ પટેલ તથા બેંકના જનરલ મેનેજર બી.એસ.કોઠીયા, તાલુકા પંચાયત ખેતી વિસ્તરણ અધિકારી માલવિયા, જીતુભાઇ વઘાસીયા બ્રાંચ મેનેજર લીલીયા, મનિષભાઇ ધાનાણી સીનીયર ઓફિસર લીલીયા શાખા, વિજયભાઇ ગજેરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.