નલસા (દ્ગછન્જીછ)ની “જસ્ટિસ અવેરનેશ ફોર ગ્રાસરૂટ્સ – ઇન્ફોર્મેશન એન્ડ ટ્રાન્સપરન્સી ઇનિશિયેટિવ સ્કીમ–૨૦૨૫” અંતર્ગત ગોઢાવદર ગામે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બેઠક યોજાઈ હતી. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, દિલ્હી, ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટી, અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સમિતિ અમરેલીના ઉપક્રમે તાલુકા કાનૂની સેવા સમિતિ લીલિયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. ગોઢાવદર મુખ્ય કેન્દ્ર રહેશે અને તેની સાથે પુંજાપાદર, પીપળવા, વાઘણીયા તથા અંટાળીયા ગામોનો સમાવેશ કરાયો છે. આ કેન્દ્રનો શુભારંભ જિલ્લા કાનૂની સેવા સમિતિના ચેરમેન જે.એસ. ત્રિવેદી, પેનલ એડવોકેટ એસ.પી. ભડકોલીયા, સરપંચ હીરાબેન ગોસાઈ સહિતના આગેવાનોની હાજરીમાં થયો હતો. આ સેવા દર સોમવારે ગ્રામ પંચાયત કચેરી ખાતે ઉપલબ્ધ રહેશે, જેમાં ગ્રામ્ય સ્તરે કાનૂની સલાહ તથા નાના-મોટા વિવાદોના સુખદ સમાધાન માટે માર્ગદર્શન આપવામાં આવશે. આયોજન માટે કાનૂની સેવા સમિતિના સેક્રેટરી એસ.એમ. ટાંકે મહત્વની જહેમત ઉઠાવી હતી.






































