અમરેલી તાલુકાના ગોખરવાળા ગામે એક નરાધમે ૧૦ વર્ષની બાળાને પોતાની હવસનો શિકાર બનાવતા સમાજમાં આ નરાધમ પર ફિટકાર વરસી રહ્યો છે. અમરેલી તાલુકા પોલીસે તાત્કાલિક આ પાપી સામે ગુનો નોંધી જેલહવાલે કર્યો છે. અમરેલી તાલુકાના ગોખરવાળા ગામે રહેતા મગન બાવચંદ કોળી( ઉ.વ.૩૩) એ ૧૦ વર્ષની બાળા પોતાના રહેણાંક મકાન પાસે રમતી હતી ત્યારે નરાધમે બાળાની એકલતાનો લાભ લઈ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી આ જઘન્ય અપરાધથી પોલીસ ચોંકી ઉઠી હતી અને ફરિયાદના આધારે પોલીસે હેવાન બાવચંદ કોળીની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે.