નવી દિલ્હીઃ ઇન્ડિયન ટીવી ચેનલની સૌથી લોકપ્રિય સિરિયલ અને સૌથી લાંબો ચાલનાર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના દરેક પાત્રો લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યા છે. છેલ્લાં ૧૩ વર્ષોથી આ શો લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ સિરિયલમાં એક ખાસ પાત્ર છે પત્રકાર પોપટલાલ જે લગ્ન કરવા માટે તરસી રહ્યા છે. હવે આ શોનું સૌથી મોટું ટિવસ્ટ સામે આવ્યું છે, કારણ કે પોપટલાલના ટૂંક સમયમાં લગ્ન થનાર છે.
હા! તમે બરાબર વાંચ્યું, હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જે જાઈને લાગે છે કે પોપટલાલના જીવનમાં કોઈ છોકરીની એન્ટ્રી થવા જઈ રહી છે, જે તેમની સાથે લગ્ન કરવા જઈ રહી છે. ખરેખર, તાજેતરમાં જ શોની સમગ્ર કાસ્ટ અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ’માં જાવા મળી હતી. આ શો જાઈને આ છોકરી પોપટલાલથી ઈમ્પ્રેસ થઈ ગઈ છે. જુઓ વિડિયો…
આ વીડિયોમાં આપણે જાઈ શકીએ છીએ કે પોપટલાલની રાશિમાં લગ્નની સંભાવના વિશે લખ્યું છે, જે વાંચીને તે ખુશ થઈ જાય છે. ત્યારબાદ જ્યારે ગોકુલધામ સોસાયટીના કેમ્પસમાં ફરી રહ્યા હોય છે ત્યારે પાછળથી એક છોકરીએ અવાજ આપ્યો. તે કહે છે કે તે તેના માતા-પિતા સાથે લગ્નની વાત કરવા આવી છે. તેથી હવે એવું લાગે છે કે કદાચ નવા ટિવસ્ટ સાથે શોમાં નવી એન્ટ્રી થવાની છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌની સબ ચેનલ પર પ્રસારિત થનાર એક લોકપ્રિય શો રહ્યો છે, જે જુલાઈ ૨૦૦૮માં પહેલીવાર પ્રસારિત થયો હતો અને ત્યારથી આ ટેલીવિઝન પર સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આ શો સાપ્તાહિત કોલમ ‘દુનિયાના ઉંધા ચશ્મા’ પર આધારિત છે.
આ શો ગોકુલધામ નામની એક સોસાયટીમાં રહેનાર ઘણા પરિવારની આસપાસ ફરે છે, જ્યાં તમામ ધર્મો અને સંપ્રદાયના પરિવાર એક સાથે રહે છે અને પોતાની દિન પ્રતિદિનની સમસ્યાઓને એક સાથે મળીને હસી મઝાકમાં ઉકેલી નાંખે છે.