ગોંડલ સિવિલ હોસ્ટિલમાં છેલ્લાં ઘણા સમયથી એમ્બ્યુલન્સ બંધ હાલતમાં હોવાથી દર્દીઓને ભારે હાલાકી પડતી હતી જેથી ધારાસભ્ય ગીતાબા જાડેજા તેમજ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા તાત્કાલિક રાજ્યના આરોગ્ય મંત્રીને રજુઆત કરતા રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ ફાળવણી ગોંડલ સિવિલ હોસ્પિટલને કરવામાં આવી હતી જેમનું લોર્કાપણ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે સિવિલ હોસ્પિટલ અધિક્ષક બી.એમ.વાણવી, ઇન્ચાર્જ આર.એમ.ઓ ડો.એસ.કે. સિન્હા, શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ માધડ, માનવ સેવા સમાજના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરૂ, જગાભાઈ બાંભવા સહિતના લોકો જોડાયા હતા.