ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્‌લોર પર કેસ બારી વિભાગમાં આગ લાગતા દર્દીઓ તેમજ હોસ્પિટલ સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની ટીમ ઇમરજન્સી વાહનોના કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાની જાણ પોલીસ વિભાગને થતા ગોંડલ સીટી પીઆઈ એમ.આર.સંગાડા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અંતે આ સમગ્ર ઘટનાને તંત્ર દ્વારા મોકડ્રિલ જાહેર કરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.