ગોંડલમાં સ્વામિનારાયણ મંદિર ખાતે રાષ્ટ્રીય કરણી સેનાની સૌરાષ્ટ્ર ક્ષત્રાણી પાંખના પદગ્રહણ સમારોહનું આયોજન કરાયું હતું. આ તકે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવત, ચંદુભા પરમાર, તૃપ્તિબા રાઓલ, મનીષાબા વાળા, કિશુબા જાડેજા, રૂપલબા ડોડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગોંડલ તાલુકા અધ્યક્ષ તરીકે આશાબા વાઘેલા, ગોંડલ શહેર અધ્યક્ષ તરીકે રંજનબા પરમાર તેમજ સભ્ય તરીકે મનહરબા ગોહેલ, કૈલાસબા પરમાર, ભારતીબા ઝાલા, જાનુબા ચૌહાણ, સરોજબા જાડેજા સહિતની વરણી કરવામાં આવી હતી.