સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે અંદાજિત દોઢ લાખથી વધુ મગફળીની બોરીની આવક થવા પામી છે. માર્કેટ યાર્ડની બહાર અંદાજે ૪ થી પ કિમી સુધી વાહનોની લાંબી કતારો જાવા મળી હતી. યાર્ડના નવનિયુક્ત ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતુ કે, ગોંડલનું માર્કેટ યાર્ડ જણસીની ખરીદ-વેચાણ માટે સૌથી મોટું ગણાય છે. ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે ટોકન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે. જેથી ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને વાહન ચાલકોને હાલાકી ન ભોગવવી પડે. હાલ ખેડૂતોને ૧૦પ૦ થી ૧ર૦૦ સુધીના ભાવો મળી રહ્યા હોવાનો ચેરમેને દાવો કર્યો હતો.