સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત ગોંડલીયા સૂકા મરચાની ૩૫ હજાર ભારીની આવક સાથે આ વર્ષની હરરાજીના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. ગતવર્ષની આવકની સરખામણીમાં આ વખતે મરચાની આવકમાં વધારો જોવા મળ્યો હતો. હરરાજીમાં ૨૦ કિલોના ભાવ રૂ.૧૫૦૦ થી રૂ.૨૩૦૦ સુધીના ભાવ બોલાયા હતા.