ગોંડલ માર્કેટીંગ યાર્ડની ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલ વચ્ચેની ચૂંટણી આજે યોજાઈ હતી. જેમાં સવારે ૯ કલાકે ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થતા જ મતદારોમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો અને વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો લાગી હતી તેમજ પ્રથમ ત્રણ કલાકમાં ૮૩ ટકા, કુલ ૯૪.૬૪ ટકા મતદાન નોંધાયું હતું. ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ભાજપનાં ૧૦ ઉમેદવાર અને કોંગ્રેસનાં ૮ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ખેડૂત વિભાગના કુલ ૬૧૬ મતદારોમાંથી કુલ પ૮૩ મતદારોએ મતદાન કર્યું હતું. ગોંડલ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ગોંડલ પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.