ગોંડલ, તા.રર
ગોંડલ યાર્ડમાં ત્રણ દિવસની રજાઓ બાદ ગઈકાલે સાંજે વિવિધ જણસીની આવક નોંધાઇ હતી. જેમાં મગફળી, ધાણા, તલી, ઉનાળુ મગ, ડુંગળી સહિતની જણસીની આવક નોંધાઇ. યાર્ડમાં મગફળીની અંદાજે ૪૦ હજાર ગુણીની આવક નોંધાઇ હતી. હરરાજીમાં મગફળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૮૦૦/- થી રૂપિયા ૧૩૭૧/- સુધી બોલાયા હતા. વરસાદની આગાહીને લઈને સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી પોતાની જણસી લઈને ગોંડલ યાર્ડમાં આવતા ખેડૂતોએ પોતાની જણસી ઢાંકી અને વરસાદમાં પલળે નહિ તે રીતે યાર્ડમાં ઉતારવાની રહેશે તેમ યાર્ડ વતી જણાવવામાં
આવ્યું છે.