સૌરાષ્ટ્રના અગ્રણી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. યાર્ડમાં ૩ લાખથી વધુ ગુણી ધાણાની આવક થતાં જગ્યાની ભારે તંગી સર્જાઈ હતી.ગોંડલ યાર્ડ ધાણાના હબ તરીકે ઓળખાય છે અને આજે અહીં ધાણાની ભારે આવકને પગલે યાર્ડનું ગ્રાઉન્ડ તેમજ છાપરાઓ સંપૂર્ણપણે ભરાઈ ગયા હતા. હરાજીમાં ધાણાના ૨૦ કિલોના ભાવ રૂ. ૮૦૦ થી ૧૬૫૦ અને ધાણીના ૨૦ કિલોના ભાવ રૂ. ૮૦૦ થી ૨૦૦૦ સુધી બોલાયા હતા. યાર્ડના પા‹કગ ગ્રાઉન્ડમાં પણ ૩૫૦૦થી વધુ વાહનો નોંધાયા હતા.યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણીએ જણાવ્યું હતું કે ધાણાની આવકની જાહેરાત બાદ સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. યાર્ડના તમામ કર્મચારીઓએ રાતભર કામ કરીને ધાણાની જણસીનો સમાવેશ કર્યો હતો. હાલ યાર્ડમાં જગ્યા ન હોવાથી ધાણાની આવક બંધ કરવામાં આવી છે. આ સાથે ડુંગળી અને ઘઉંની પણ પુષ્કળ આવક હોવાથી યાર્ડમાં જગ્યાના અભાવે તેની આવક પણ બંધ કરવામાં આવી









































