સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી જેવા કે રાજકોટ જિલ્લો, જામનગર, જૂનાગઢ જિલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં ગોંડલના તીખા મરચાને લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાશને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. આ વર્ષે મરચાની સિઝનની સૌ પ્રથમ આવક થઈ હતી. યાર્ડમાં આજરોજ અંદાજે ૩૫૦૦ થી ૪૦૦૦ ભારીની આવક થવા પામી હતી. હરરાજીમાં સરેરાશ ૨૦ કિલો મરચાના ૩૦૦૦ થી ૬૦૦૦ રૂપિયા સુધી ભાવ બોલાયા હતા. જ્યારે મુહૂર્તમાં મરચાની ૧ ભારીના રેકોર્ડબ્રેક ભાવ ૨૩૧૧૩ સુધી બોલાયા હતા.