ગોંડલ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ ધાણાની આવક જોવા મળી હતી. યાર્ડમાં ૩૦ કિલો નવા ધાણાની આવકના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. હરાજીમાં મુહૂર્તના નવા ધાણાના ૨૦ કિલોનો ભાવ રૂ.૩૫૦૦૧ બોલાયો હતો. સાંણથલી ગામના ખેડૂત મધુભાઈ રાદડિયા ૩૦ કિલો નવા ધાણા લઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા. વહેલી સવારે હરાજી પહેલા નવા ધાણાની પૂજન વિધિ કરી શ્રીફળ વધેરી હરાજી શરૂ કરવામાં આવી હતી. યાર્ડમાં ગોલ્ડન એગ્રી નામની પેઢી ધરાવતા સોહિલભાઈ કોટડીયા નામના વેપારી દ્વારા નવા ધાણાની ઊંચી બોલી લગાવી રૂ. ૩૫૦૦૧ એ ખરીદી કરી હતી.