ગોંડલ પંથકમાં ફરી દીપડો દેખાયો હતો. તાલુકાના કમરકોટડાથી શ્રીનાથગઢની વચ્ચે ભાદર નદીના કાંઠે જીવાઈ દોરી રિઝર્વ ફોરેસ્ટ (અનામત જંગલ) વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હતી. ખેડૂતે મોબાઈલમાં દીપડાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ત્યારે ફોરેસ્ટ વિભાગના ઇર્હ્લં દીપકસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ એચ.એમ.જાડેજા, ટ્રેકર ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને દીપડાના પંજાના નિશાન પર શોધખોળ હાથ ધરી હતી.