ગોંડલના માંડવી ચોક ખાતે આવેલી નાગરિક બેંકમાં તાજેતરમાં બોર્ડ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ ૧૦ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં વાઇસ ચેરમેન ઓમદેવસિંહ જાડેજા અને ડિરેક્ટર દીપકભાઈ સોલંકીએ રાજીનામા આપ્યા હતા. ખાલી પડેલી જગ્યાઓ પર શિલ્પાબા ચુડાસમા અને મનીષાબેન સોલંકી બિનહરીફ ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ યોજાયેલી બેઠકમાં શિલ્પાબા ચુડાસમાની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરાઈ હતી.આ પ્રસંગે બેંકના ચેરમેન કિશોરભાઈ કાલરીયા સહિત ડિરેક્ટરો અને રાજકીય આગેવાનોએ નવનિયુક્ત હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.










































