ગોંડલના મોવિયા ગામે રહેતા ૪૨ વર્ષીય નરેન્દ્રભાઈએ લગ્નના ચાર વર્ષ બાદ, પરસ્પર સહમતીથી થયેલા છૂટાછેડાના માત્ર છ જ દિવસમાં માનસિક તણાવને કારણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. સવારે વાડીએથી આવ્યા બાદ અને કૌટુંબિક ભાઈના મકાન કામમાં મદદ કર્યા પછી, તેમણે પોતાના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી જીવન લીલા સંકેલી લીધી હતી. આ બનાવથી વૃધ્ધ માતા-પિતાએ પોતાનો મોટો દીકરો ગુમાવતા પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.