ગોંડલ ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં જપ્ત કરાયેલ દારૂના જથ્થાનો ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો જે જોઈને પ્યાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. ગોંડલ ડિવિઝન પોલીસ દ્વારા શહેર અને તાલુકાના ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાં ૬૭ ગુનામાં કુલ ૧૯૩૬૫ વિદેશી દારૂની બોટલો કુલ કિં.રૂ. ૬૧.૭૦ લાખનો મુદામાલનો નાશ કરવામાં આવ્યો હતો. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના વિવિધ ગામોમાં ૩૮ ગુનામાં બોટલ ૧૫૨૦૦ કિંમત આશરે ૪૮ લાખ ૧૬ હજાર ૫૯૨નો મુદ્દામાલનો નાશ કરવામાં
આવ્યો છે જ્યારે સુલતાનપુર પોલીસ સ્ટેશનના ૪ ગુનામાં ૧૨૪ બોટલનો ૧૬૩૫૦નો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે.