ગોંડલ ઝુંપડપટ્ટીમાં રહેતા વિદ્યાર્થીઓને ગોંડલ ફોરેસ્ટ યુથ ક્લબના સંચાલક હિતેશભાઇ દવે દ્વારા છેલ્લા પાંચ વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે મીઠાઇ, ફટાકડા, કપડાની જાડી તથા ચપ્પલની ભેટ આપવામાં આવી હતી. દિવાળીની ભેટ મળતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જાવા મળી હતી.