ગોંડલ – રાજકોટ વચ્ચે થોડા દિવસ પહેલા થયેલા ગોઝારા અકસ્માતની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ગોંડલમાં આવેલા આશાપુરા અંડરબ્રીજના પીલોરમાં એસ.ટી. બસ ઘુસી જતાં ડ્રાઇવર સહિત પાંચ લોકોને ઇજા પહોંચી છે. ડીસા- જૂનાગઢ રૂટની એસ.ટી. બસ આશાપુરા અંડરબ્રીજ પાસે પહોંચતા ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં બસ પીલોરમાં ઘુસી ગઇ હતી. તેમાં એસ.ટી. ડ્રાઇવર સહિત પાંચ મુસાફરોને ઇજા પહોંચતા ઇજાગ્રસ્તોને ગોંડલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. આ ઘટનાની જાણ થતાં સીટી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.