આજના યુગમાં લોકો કમાવાની હરિફાઇમાં પોતાના સ્વાસ્થ્ય પ્રતિ બેદકાર રહે છે. ત્યારે ગોંડલમાં સૌ પ્રથમ વખત સ્વાસ્થ્ય માટે હરિફાઇ યોજાઇ રહી છે. સ્ટ્રોંગ નેશન ફિટનેસ દ્વારા તા.૧૧ના રોજ કોમ્પીટીશન રખાઇ છે.જેમાં શહેરના તમામ લોકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં લોકોએ પોતાના હાથ અને પગની આંગળીઓ ઉપર શરીરનો વજન ઉઠાવવાનો રહેશે અને વધુ સમય સુધી વજન ઉઠાવી શકનાર વિજેતા થશે. સ્પર્ધા જીતનારને સર્ટીફિકેટ સહિતના ઇનામો અપાશે. પુરૂષો માટે સવારે ૭ઃ૩૦ થી ૯ઃ૦૦ વાગ્યા સુધી અને રાત્રિના ૭ઃ૩૦ થી૯ઃ ૦૦ વાગ્યા સુધીનો સમય રહેશે. જયારે મહિલાઓ માટે બપોરે રઃ૩૦ થી ૪ વાગ્યા સુધીનો હરીફાઇનો સમય રહેશે. આ હરીફાઇમાં કોઇપણ લોકો ભાગ લઇ શકશે.