ગોંડલમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મી જન્મજયંતી નિમિત્તે શહેર ભાજપ દ્વારા ત્રણ ખુણીયે સરદાર ચોક ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સરદાર પટેલે કરેલા કાર્યોને યાદ કર્યા હતા. આ તકે યુવા અગ્રણી ગણેશસિંહ જાડેજા, ગોપાલભાઈ શીંગાળા, કનકસિંહ જાડેજા, અશોકભાઈ પીપળીયા, પ્રહલાદભાઈ પારેખ, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા, પિન્ટુભાઈ ચુડાસમા, અશોકભાઈ પરવાડિયા, ભાર્ગવભાઈ આંદીપરા, અલ્પેશભાઈ ઢોલરીયા, સમીરભાઈ કોટડીયા, સંજયભાઈ ધીણોજા, ઋષિરાજસિંહ જાડેજા, જીગર સાટોડીયા, અસ્મિતાબેન રાખોલીયા, મોનાબા પરમાર અને નગર પાલિકા સદસ્યો સહિત સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.