ગોંડલમાં રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા ગોંડલ તાલુકા કાનૂની સેવા સમિતિ ગોંડલ કોર્ટ દ્વારા કોલેજ ચોક ખાતે યુનિવર્સલ ચિલ્ડ્રન ડે નિમિતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગોંડલના બાળકો દ્વારા વિવિધ પ્રવૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ટીએલએસસી ગોંડલના પેનલ લોયર ડીમ્પલબેન વ્યાસ, એમ.ડી.વરધાણી અને સિમ્પલ વ્યાસે ભારે જહેમત ઉઠાવી હતી.