ગોંડલના અક્ષય ભારતી મિત્ર મંડળ દ્વારા પર્યાવરણ બચાવના શુભ હેતુથી આજે ૧૧,૧૧૧ ફળાઉ અને દેશી કુળના ૪૦ પ્રકારના વિવિધ વૃક્ષોના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એમ.બી. આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજ ગોંડલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં મંડળના કાર્યકર્તાઓ, સંઘના કાર્યકર્તાઓ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ ખૂબ જ મહેનત કરી હતી. વૃક્ષોનું વિતરણ કરતી વખતે, લોકોને વૃક્ષોનું જતન કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. તેમને વૃક્ષોને નિયમિત રીતે પાણી આપવા, તેમની આસપાસની જમીનને ખૂબ ખોદવાનું ટાળવા અને ખાતરનો ઉપયોગ ઓછો કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. અક્ષય ભારતી મિત્ર મંડળ દ્વારા આગામી વર્ષોમાં વધુ ૧,૦૦,૦૦૦ વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરવાની યોજના છે. આ એક પ્રેરણાદાયક પહેલ છે જે ગોંડલ અને આસપાસના વિસ્તારોને વધુ લીલાછમ બનાવવામાં અને પર્યાવરણને બચાવવામાં મદદ કરશે.
૪૦ પ્રકારના વિવિધ વૃક્ષોના રોપાનું વિતરણ
વિતરણ કરાયેલા કેટલાક વૃક્ષોમાં વડ, ગરમાળો, ચરલ, દાડમ, ટેકોમા, વાંસ, ગુલમહોર, રેન્ટ્રી, જામફળ, સેતુર, સવન, સરગવો, અરડૂસી, જાસુદ, ડોલર, ફાલસા, ઉમરો, અર્જૂન, આંબલી, રાવળા, કાસીદ, રક્ત ચંદન, ચીની ગુલાબ, આસોપાલવ, બંગાળી બાવળ, અરડૂસી, પેંતોફાર્મ, લીમડો, પારિજાત, પીપળો, બીલી, કેશુડો, તુલસી, પર્ણફૂટી, સીતાફળ, બદામ અને કરંજનો સમાવેશ થાય છે.