રાજ્યમાં એક તરફ કોરોનાનાં કેસ અને તેના નવા વેરિઅન્ટને લઇને જનતા પહેલા જ ભયમાં જીવી રહી છે, ત્યારે હવે વધુ એક મુસિબતનો સામનો રાજ્યનાં આ વિસ્તારમાં લોકો કરી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે, રાજ્યનાં બે વિસ્તાર ગોંડલની આસપાસ અને અમરેલીનાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે એટલે કે બુધવારનાં રોજ વહેલી સવારે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. આજે જ્યારે લોકો કોરોનાવાયરસ અને હવે તેના નવા વેરિઅન્ટથી ભયમાં જીવી રહ્યા છે ત્યારે ગોંડલ અને અમરેલીનાં લોકોને વધુ એક ઝટકો લાગ્યો છે. જણાવી દઇએ કે, વીરપુર અને વડિયાની આસપાસમાં પણ આ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ગોંડલમાં ભૂકંપનો આ આંચકો વહેલી સવારે ૬.૫૩ કલાકે આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ ગોંડલથી ૨૨ કિમી દૂર નોંધાયુ હતુ. વળી અમરેલીનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આ આંચકો વહેલી સવારે ૬.૫૪ કલાકે અનુભવાશે. આ જગ્યાઓમાં નોંધાયેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૪ ની નોંધાઇ છે.