ગોંડલ નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર ૩ અને ૪માં કરોડોના ખર્ચે નવા રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લોકસુવિધામાં વધારો કરવાના હેતુથી અંદાજે રૂ.૫,૯૫,૧૧,૮૦૬/- (પાંચ કરોડ પંચાણું લાખ) ના ખર્ચે ૨૧ જેટલા RCC, CC અને ડામર રોડના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, અગ્રણી અશોકભાઈ પીપળીયા, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી અને શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક રહીશોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં વોર્ડ નં. ૩ ના સભ્યો હંસાબેન માધડ, સમજુબેન મકવાણા, રાજુભાઈ ધાના, ઋષિરાજસિંહ જાડેજા તેમજ વોર્ડ નં. ૪ ના સભ્યો ચંદુભાઈ ડાભી, વસંતબેન ટોળીયા, હાજરાબેન ચૌહાણ અને રમેશભાઈ સૌંદરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ રાજેન્દ્રસિંહ જાડેજા, જગદીશભાઈ રામાણી અને નગરપાલિકા ઉપ પ્રમુખના પ્રતિનિધિ વૈભવભાઈ ગણાત્રા સહિતના આગેવાનો હતા.








































