ગોંડલ તાલુકાના મોવિયા ગામની કાલરીયા શેરીમાં એકલવાયું જીવન જીવતા ૭૨ વર્ષીય વૃદ્ધાનું તેમના જ ઘરમાં રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. ૩ થી ૪ દિવસ પહેલા મૃત્યુ થયું હોવાને કારણે મૃતદેહ ફુલાયેલી અને કોહવાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રૂડીબેન ભીખાભાઈ અખિયાણી (ઉં.વ. ૭૨) છેલ્લા કેટલાક સમયથી એકલા રહેતા હતા. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તેઓ ઘરની બહાર ન દેખાતા અને તેમના બંધ મકાનમાંથી અચાનક અસહ્ય દુર્ગંધ આવવા લાગતા આસપાસના રહીશોને શંકા ગઈ હતી. સ્થાનિકોએ તપાસ કરતા વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ ગોંડલ તાલુકા પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને ઘટના સ્થળનું પંચનામું કરી આગળની તપાસ છજીં રવિરાજસિંહ સરવૈયા, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વાવડીયા તપાસ હાથ ધરવામાં આવી છે.