ગોંડલ- રાજકોટ નેશનલ હાઈવે પર ગત રાત્રીના રાજકોટ થી ગોંડલ તરફ આવી રહેલ તાલુકા પંચાયતના માજી સદસ્યની કાર બેકાબૂ બની ડિવાઈડર ટપી હોટલમાં ઘૂસી જતાં સર્જાયેલ અકસ્માતમાં માજી સદસ્ય અને તેના મિત્રોને ગંભીર ઇજા થતા પ્રાથમિક સારવાર ગોંડલ આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકા પંચાયતના માજી સદસ્ય વાછરા ગામના રહેવાસી રાજેશભાઈ જેઠાણી અને દડવા ગામના જગાભાઈ ભરવાડ ગઈકાલે રાત્રિના નવ કલાકે રાજકોટથી ગોંડલ તરફ કારમાં આવી રહ્યા હતા ત્યારે કાર બેકાબૂ બનતા કાર ડિવાઇડર ઠેકી દ્વારકાધીશ હોટલમાં ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં રાજેશભાઈ અને જગાભાઈ ગંભીર રીતે ઘવાતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા.