ગોંડલ તાલુકાના ભુણાવા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના દિવસે સજ્જડ પોલીસ બંદોબસ્ત ફાળવવા ગામના પ્રતિબા વિક્રમસિંહ જાડેજાએ ગોંડલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જેમાં જણાવ્યું હતુ કે, તા.૧૯ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર હોય ત્યારે ભુણાવા ગામે ચૂંટણી મતદાન મથક પર અને મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર સામાવાળા હરીફ ઉમેદવારના મળતીયાઓ દ્વારા મતદારો સાથે તથા ગ્રામ પંચાયત સમિતિના ઉમેદવારો સાથે હિંસક પ્રવૃત્તિઓ થવાની શક્યતા જણાતી હોય જેથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા આ આવેદનમાં અંતમાં માંગણી કરવામાં આવી છે.