ગોંડલના નિવૃત શિક્ષક અને હાલ અમેરિકા રહેતા કે.જે.બુટાણીના પત્નીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બુટાણી પરિવારે વિવિધ શાળામાં અભ્યાસ કરતા ધો.૧થી ૮ના બાળકોને શૈક્ષણિક કિટ આપી હતી. ગોંડલ તેમજ વેરી તળાવ પાસે આવેલ ઝુપડપટ્ટીના અભ્યાસ કરતા ૧પ૦ જેટલા બાળકોને અભ્યાસમાં ઉપયોગી થાય તેવી શૈક્ષણિક કિટ અર્પણ કરવામાં આવતા બાળકોના ચહેરા પર ખુશી જાવા મળી હતી.