ગોંડલના દેરડી કુંભાજી ગ્રામપંચાયતની ચૂંટણીમાં દિવ્યાંગ ઉમેદવારે ફોર્મ ભર્યું છે. આ ઉમેદવારે રૂ. ર૦૦૦ના ચલણી સિક્કા ડિપોઝીટ માટે જમા કરાવ્યા હતા. આ તકે ઉમેદવાર ભાવેશભાઇ ઘેટિયાએ સ્થાનિક ગ્રામપંચાયતમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક ગ્રામ પંચાયતમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાથી તેના વિરોધમાં ફોર્મ ભર્યું છે. ચલણી સિક્કાઓ સાથે દેરડી કુંભાજીમાં દિવ્યાંગ ઉમેદવાર દ્વારા પ્રથમ દિવસે સરપંચનું ફોર્મ ભર્યું હોય, તાલુકાભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.