ગોંડલના દેવપરામાં આવેલ તરકોશી હનુમાનજી મહારાજ મંદિર ખાતે ૧૪મો સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે દાતાઓ દ્વારા દીકરીઓને કરિયાવરમાં જીવન જરૂરિયાતની ૧૦૦થી વધુ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. ૧ ફેબ્રુઆરી, રવિવારના રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં સવારે ૯ વાગ્યે જાનનું આગમન થયું હતું. ત્યારબાદ ૯ઃ૩૦ કલાકે શહેરના રાજમાર્ગો પર ડી.જે. સાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જે ૧૦ઃ૩૦ કલાકે મંદિર ખાતે પહોંચ્યો હતો. ત્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારબાદ કચ્છી ભાટીયા વાડી ખાતે ભોજન સમારંભ યોજાયો હતો.










































