જાન્યુઆરી માસમાં જ્યારે સમગ્ર દેશના લોકો અયોધ્યા રામ મંદિર નવનિર્માણના વધામણાં અને તેની ખુશીમાં ઝુમી રહ્યા હતા ત્યારે ગોંડલના વિકલાંગ આધેડ હરેશભાઇ મોરારજીભાઈ પંડ્‌યા ઉ.૫૧ એ એક સંકલ્પ કર્યો કે મારે સાયકલ લઈને અયોધ્યા જવું છે અને ભગવાન રામના દર્શન કરવા છે અને ત્યારે આજથી બે મહિના પૂર્વે ગોંડલથી ટ્રાઈસિકલ લઈ અયોધ્યા માટે હરેશભાઇ નીકળી પડ્‌યા હતા દરરોજના તેઓ ૫૦ થી ૬૦ કિ.મી જેવું હાથેથી પેન્ડલ મારી સાયકલ પર અંતર કાપી અયોધ્યા પહોંચ્યા હતા.