હનુમાન ચાલીસા વિવાદમાં ધરપકડ કરાયેલા સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા નોટિસ આપવામાં આવી છે. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી નોટીસ પ્રમાણે ખારની બિલ્ડીંગમાં સ્થિત રવિ રાણાના ઘરની મુંબઈ બીએમસી દ્વારા તપાસ કરવામાં આવશે. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને શંકા છે કે, ઘરના પ્લાનમાં છેડછાડ કરીને ગેરકાયદેસર નિર્માણ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં,બીએમસીએ ઓવર-કન્સ્ટ્રક્શન અને કેટલાક નિયમોના ઉલ્લંઘનની ફરિયાદ પર આ નિરીક્ષણ નોટિસ આપી છે. મળતી માહિતી પ્રમાણે ૪ મે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ટીમ નિરિક્ષણ માટે જશે.
હનુમાન ચાલીસા વિવાદમાં ધરપકડ કરાયેલા સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની જામીન અરજી પર ૪ મે ના રોજ નિર્ણય સંભળાવવામાં આવશે. વિશેષ ન્યાયાધીશ આરએન રોકડેએ સોમવાર માટે ચુકાદો અનામત રાખ્યો હતો. પરંતુ કોર્ટ અન્ય બાબતોમાં વ્યસ્ત હોવાથી અને જામીન અંગેના હુકમનામું પૂર્ણ ન થવાને કારણે સોમવારે આદેશ જાહેર કરવામાં આવ્યો ન હતો. ન્યાયાધીશે કહ્યું કે તે હવે ૪ મેના રોજ આદેશ આપશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના બાન્દ્રા સ્થિત ખાનગી આવાસ ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાના પાઠની સાર્વજનિક જાહેરાત બાદ અપક્ષ લોકસભા સદસ્ય નવનીત રાણા અને ધારાસભ્ય પતિ રવિ રાણાને ૨૩ એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે પોતાની વિરુદ્ધના રોજદ્રોહ અને દુશ્મનીને પ્રોત્સાહન આપવાના આરોપમાં મુંબઈ પોલીસ દ્વારા નોંધવામાં આવેલ એફઆઈઆરના કેસમાં જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. શનિવારે અભિયોજન અને બચાવ પક્ષ બંનેના જામીન અરજી પર પોતાની દલીલો પૂરી કરી હતી. તેમની જમાનત અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાના આહવાનને વિભિન્ન સમૂહોની વચ્ચે દુશ્મની અથવા ઘૃણાની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય વાળા ન કહીં શકાય તથા આઇપીસીની ધારા ૧૫૩(એ) હેઠળ આરોપને કાયમ ન રાખી શકાય. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રીના ખાનગી આવાસ પાસે હનુમાન ચાલીસાનો પાઠ કરીને લોકો
ઉશ્કેરવાનો કે નફરત ફેલાવવાનો કોઈ ઈરાદો નહોતો