નાગેશ્રી પોલીસે ગઈકાલે રાત્રે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે ટીંબી ગામ નજીકથી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરાતા ઘઉંનો જથ્થો જપ્ત કર્યો છે અને બે આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસ સબ ઇન્સ્પેકટર પી.વી. પલાસ અને તેમની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરતા એક અશોક લેલેન્ડ ટેમ્પો (નંબર ય્ત્ન૦૮ ૧૫૬૬૮)માંથી ૪૦ બોરી ઘઉં મળી આવ્યા હતા. આ ૪૦ બોરીમાં કુલ ૨,૦૦૦ કિલોગ્રામ ઘઉં હતા, જેની કિંમત રૂ. ૩૦,૦૦૦ આંકવામાં આવી છે. વાહન સહિત કુલ રૂ. ૧,૩૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓની ઓળખ મુસ્તાકભાઇ ઉર્ફે બાપુ જુમાશા પઠાણ અને આરીફશા સુલેમાનશા કનોજીયા તરીકે થઈ છે. બંને આરોપીઓ ટીંબી, તાલુકા જાફરાબાદ, જિલ્લો અમરેલીના રહેવાસી છે.