(એ.આર.એલ),મુંબઇ,તા.૨૨
ગેંગસ્ટર છોટા શકીલના સાળા આરીફ શેખ ઉર્ફે આરીફ ભાઈજાનનું મુંબઈની જેજે હોસ્પટલમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધિત ટેરર ફંડિંગ કેસમાં એનઆઇએ દ્વારા ૨૦૨૨માં તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે આર્થર રોડ જેલમાં હતો. આરિફ અને તેના ભાઇ શબ્બીર શેખની રાષ્ટય તપાસ એજન્સી દ્વારા મે ૨૦૨૩માં ગેન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલ સહિત તેના કેટલાક નજીકના સાથીઓ સામે ટેરર ફંડિંગ કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.
એનઆઇએએ ફેબ્રુઆરી, ૨૦૨૨માં દાઉદ, તેના ભાઇ અનીસ અને છોટા શકીલ સહિત અન્ય લોકો સામે શ†ોની દાણચોરી, નાર્કો-ટેરરિઝમ, મની લાન્ડરિંગ, નકલી ભારતીય ચલણી નોટો સહિત અનેક આરોપોમાં કથિત સંડોવણી બદલ કેસ નોંધ્યો હતો. તેમના પર આતંકવાદી ભંડોળ એકત્ર કરવા અને લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદા જેવા આંતરરાષ્ટય આતંકવાદી સંગઠનો સાથે સક્રિય સહયોગમાં કામ કરવા માટે સંપત્તિના સંપાદનમાં સામેલ હોવાનો પણ આરોપ હતો.