કુખ્યાત ગેંગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જઠેડી અને લેડી ડોન અનુરાધા ચૌધરી ઉર્ફે મેડમ મિન્ઝના ચર્ચાસ્પદ લગ્ન થઈ ગયાં છે. ગેંગસ્ટર કપલે દિલ્હીના દ્વારકાના સંતોષ પેલેસમાં સાત ફેરા લીધાં હતા. આ દરમિયાન લેડી ડોન લાલ રંગની જાડીમાં જાવા મળી હતી, જ્યારે કાલા જઠેડી કુર્તા-પાયજામા અને માથા પર લાલ પાઘડી પહેરી હતી. અનુરાધા જાત કાર ડ્રાઈવ કરીને પરિવારના સભ્યો સાથે દિલ્હી પહોંચી હતી.
ગેંગસ્ટર કપલના લગ્ન માટે પોલીસ દ્વારા પણ ખાસ બંદોબસ્ત કરાયો હતો અને અત્યાધુનિક હથિયારોથી સજ્જ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીઓએ બોડી કેમેરા પણ લગાડ્યાં હતા. સમગ્ર વિસ્તાર પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. દિલ્હી પોલીસના જવાનોને બેન્ક્‌વેટ હોલની આસપાસ છત પર તૈનાત કરવામાં આવ્યા છે. અહીં આવનારા મહેમાનોને મોબાઈલ લઈને અંદર જવાની મનાઈ હતી. દિલ્હી પોલીસે ડીજેને પણ અંદર જવા દીધું નહોતું.
હાઇકોર્ટના આદેશ હેઠળ ગેંગસ્ટર કાલા જઠેડીને આજે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી પેરોલ આપવામાં આવ્યા હતાં એટલે ૪ વાગ્યા પહેલાં તમામ વિધિ સંપન્ન કરાઇ હતી તિહાર જેલમાંથી ભારે સુરક્ષાબળ સાથે આવેલો સંદીપ સીધો જ બેન્ક્‌વેટ હોલ પહોંચ્યો હતો. ત્યાં ગયા પછી તેણે કપડાં બદલી નાખ્યાં. આ પછી તે સ્ટેજ પર ગયો હતો અને પત્ની બનનાર અનુરાધા ચૌધરી સાથે થોડો સમય બેસી રહ્યો હતો. પછી બંને લગ્નના મંડપમાં પહોંચ્યા, જ્યાં તેણે લેડી ડોનની માંગ ભરી હતી. લગ્ન બાદ તેને પાછો તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આવતીકાલે ઘર વાપસીની વિધિ માટે ગેંગસ્ટર કપલને સોનીપતના જઠેડી ગામમાં લઈ જવામાં આવ્યા હતાં
દિલ્હીના દ્વારકામાં સ્થિત મેરેજ હોલની આસપાસ ગેંગવોરની સંભાવનાને પગલે ચાર રાજ્યોની પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ બાજ નજર રાખીને બેઠી હતી કારણ કે હરીફ ગેંગસ્ટરો ઉત્પાત મચાવે શકે છે તેવા ઈનપુટ પણ હતા. લગ્નના માત્ર ૨ દિવસ પહેલા જ ૧૦ માર્ચે દિલ્હી પોલીસે જેઠેડી ગેંગના પાંચ શાર્પ શૂટર્સની ધરપકડ કરી હતી.
કોર્ટે ગેંગસ્ટર સંદિપને લગ્ન માટે ફક્ત ૬ કલાકના જ પેરોલ આપ્યાં છે જે પછી તેને ફરી તિહાડ જેલમાં પૂરી દેવામાં આવ્યો તે તેની દુલ્હન સાથે સુહાગરાત મનાવી શકશે કે નહીં તે અંગે કોઈ સ્પસ્ટતા અપાઈ નથી. એક જમાનામાં સંદીપના માથા પર ૭ લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું આની પરથી ખબર પડે છે તે કેટલો ખૂંખાર અપરાધી છે.