રાજસ્થાનમાં સત્તારૂઢ કોંગ્રેસ સરકારની વિરૂધ્ધ ભાજપ પ્રદેશમાં જન આક્રોશ રેલીઓનું આયોજન કરી રહી છે આવી જ એક રેલી પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના ગૃહ જીલ્લા ધૌલપુરમાં પણ થઇ હતી પરંતુ આ રેલી માટે છપાવવામાં આવેલા બેનરોમાં રાજેની તસવીર જોવા મળી ન હતી તેને લઇને રાજેના સમર્થકોમાં ભારે નારાજગી ઉભી થઇ હતી અને તેનો વિરોધ કર્યો હતો.
આ બેનર પોસ્ટર ભાજપની જીલ્લા કાર્યકારીણી તરફથી છપાવવામાં આવ્યા હતાં તેને લઇ વસુંધરાના સમર્થક કાર્યકરોએ ભારે નારાજગી વ્યકત કરી હતી સોશલ મીડિયા પર નાખવામાં આવેલ પોસ્ટરમાં રાજય સ્તર પર ડો સતીશ પુનિયા અને ગુલાબચંજ કટારિયાના ફોટો લાગ્યા હતાં અને રાજેની તસવીર ન હતો આથી તેમના કાર્યકરોએ વિરોધ કરવાનું શરૂ કરી દીધુ છે.
આ પોસ્ટર વિવાદ બાદ રાજસ્થાન ભાજપમાં જુથબંધી થવાની અટકળો લાગી રહી છે રાજે સમર્થકોનું કહેવું છે કે જયારે પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરીય નેતાઓની તસવીર લગાવવામાં આવી રહી છે તો પૂર્વ મુખ્યમંત્રીની તસવીર ન લગાવવાની પાછળ શું કારણ છે.વસુંધરા રાજેના સમર્થક સતીશ પુનિયા પર જુથબાજી કરવાનો આરોપ લગાવી રહ્યાં છે.