ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી અવારનવાર પોતાના અનોખા અંદાજ સાથે જાવા મળે છે. અને તેમના અનોખા અંદાજની ચર્ચા પણ થાય છે. આજે સોમવારે સવારે તેમણે વોક વે અને જાગર્સ પાર્કની મુલાકાત લીધી હતી. તેમની સાથે અનેક કાર્યકરો પણ જાડાયા હતા. અને પાર્કમાં આવેલા અન્ય લોકો સાથે પણ તેમણે આત્મીયતા પૂર્વક હાથ મિલાવી અભિવાદન કર્યું હતું. અને તેમની સાથે વાતચીત કરી હતી. ખાસ તો આ મુલાકાત દરમિયાન તેમણે વડની વડવાઈ સાથે લટકીને હીંચકા ખાધા અને બાળપણની યાદો તાજી કરી હતી.
‘વોક વે’ દરમ્યાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાગર્સ પાર્કમાં વડની વડવાઈ પર લટકીને કાર્યકરો સાથે મજાક મસ્તી કરતાં જાવા મળ્યા હતા. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હર્ષ સંઘવી પોતાના મત વિસ્તાર મજુરા વિધાનસભા વિસ્તારમાં આવેલા જાગર્સ પાર્કની મુલાકાતે ગયા હતા. અને ત્યાં આવેલા વડના ઝાડની વડવાઈમાં હીંચકા ખાઈ તથા ત્યાંના સ્થાનિકો સાથે બેસીને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મજુરા વિસ્તારમાં વિકાસને લઈને સૂચનો પણ જાણ્યા હતા. અને વિકાસના કામોની સમિક્ષા કરી હતી.રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં હર્ષ સંઘવીએ એક નાના બાળકની માફક વડવાઈમાં લટકીને બાળપણની યાદો તાજી કરી હતી.
૩૭ વર્ષની વયે પણ હર્ષ સંઘવી એક્દમ ફિટ છે. અને પોતાના સ્વાસ્થ્યનું હમેશા ધ્યાન રાખે છે. તેમણે જાગર્સ પાર્કમાં સ્થાનિકો સાથે દોડ પણ લગાવી હતી અને લોકોને કસરત અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા સૂચન આપ્યું હતું.