સરકારી અધિકારીઓની બેદરકારીને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કડક કાર્યવાહી કરવા આવી છે. ગુજરાત હાઈકોર્ટે શિક્ષણ વિભાગના સચિવને દંડ ફટકારતા શિક્ષણ વિભાગ(માં ફફટાડ જોવા મળ્યો છે. શિક્ષણ વિભાગના સચિવે કોર્ટના હુકમનું પાલન ના કરતા હાઈકેર્ટે ૧ લાખનો દંડ ફટકાર્યો છે. સચિવ )ને વ્યક્તિ ક્તગત રીતે આ રકમ ભરવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
કોર્ટે સચિવને દંડની પહોંચ સાથે હાઈકોર્ટમાં હાજર થવા આદેશ કર્યો છે. ત્યારે હાઈકોર્ટેએ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ રકમ સરકારી ભંડોળમાંથી નહી પરંતુ અધિકારીએ વ્યક્તિગત રીતે ભરવાની રહેશે ઉપરાંત હાઈકોર્ટે આ રકમ વિદ્યાર્થીઓના શિક્ષણલક્ષી કાર્યો માટે વપરાશે તે પણ સ્પષ્ટ કર્યું હતું. બે શાળાઓની માન્યતા રદ કરવા બાબતેના કેસની સુનવણી દરમિયાન હાઈકોર્ટના આદેશનું પાલન ન કરતા કાર્યવાહી કરી છે.
બે શાળાઓની માન્યતા રદ કરવાના મુદ્દે થયેલી અરજી મામલે કેસની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે શિક્ષણ વિભાગને કાયદાકીય હુકમનું પાલન કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, શિક્ષણ વિભાગ ની બેદરકારીને કારણે હાઈકોર્ટના હુકમનું પાલન કરવામાં આવ્યું ન હતું. હાઈકોર્ટ ના આદેશની અવગણના થતાં હાઈકોર્ટે આ આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, સરકારી બાબુઓ હાઈકોર્ટના આદેશની અવગણના કરી શકશે નહીં.




































