સરકાર ભલે મહિલાઓની સુરક્ષાને લઈને ભયમુક્ત વાતાવરણ ઉભું કરવાનો દાવો કરી રહી હોય પરંતુ મહિલાઓ સાથેની ઘટનાઓને કારણે તેમના દાવાઓ પર સવાલ ઉઠી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાંથી એક નવો મામલો સામે આવ્યો છે, જ્યાં ફરી એકવાર મહિલા સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો છે. ગૂગલ પર એડ વાંચીને આરાધના (કાલ્પનિક નામ) દિલ્હીના રહેણાંક વિસ્તારની એક ફર્નિચરની દુકાનમાં ઇન્ટરવ્યુ આપવા આવી હતી. જ્યાં દુકાનના સંચાલકે મહિલા સાથે બળજબરીથી બળાત્કાર ગુજોર્યો હતો.
મળતી માહિતી મુજબ, પૂર્વ દિલ્હીના શકરપુર વિસ્તારમાં રહેતી પીડિતાને નોકરીની સખત જરૂર હતી. તેને ક્યાંય નોકરી મળતી ન હતી. તેણે ગૂગલના પ્લેટફોર્મ પર ઓનલાઈન જોબ સર્ચ કરી. જ્યાં તેણે દક્ષિણ દિલ્હી સ્થિત સીઆર પાર્ક વિસ્તારમાં ફર્નિચર શોરૂમના સંચાલક સાથે વાતચીત કરી હતી. જે બાદ ઓપરેટરે મહિલાને ઈન્ટરવ્યુ માટે બોલાવી હતી. જ્યારે મહિલા ઈન્ટરવ્યુ આપવા પહોંચી ત્યારે આરોપીએ મહિલા પર બળાત્કાર ગુજોર્યો હતો.પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
એવા પણ સમાચાર છે કે પીડિત મહિલા જેના પર બળાત્કારનો આરોપ લગાવી રહી છે, તે એક રાજકીય પાર્ટી સાથે જોડાયેલો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પોતાની બહેન સાથે પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલાએ આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પીડિતાની મેડિકલ તપાસ કરાવ્યા બાદ પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.