બસની અંદર સીટમાં એક વૃદ્ધ દાદા બેઠા હતા, તેમના હાથમાં ફૂલોનો સુંદર ગુલદસ્તો હતો. તેમની બાજુની સીટમાં એક યુવાન છોકરી બેઠી હતી, જેની આંખો વારંવાર આ ફૂલના ગુલદસ્તા પર આવી અટકી જતી હતી. જે દાદાની ધ્યાનમાં આવ્યું.
દાદાને મનમાં ગડી વળી ગઈ કે, છોકરીને એ ગુલદસ્તો ગમી ગયો છે.
            બસ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ છોકરીની નજર ગુલદસ્તા ઉપર વધુ ને વધુ ચોંટતી જાતી હતી. આખરે દાદાનું સ્ટેશન આવ્યું. વૃદ્ધ દાદા બસમાંથી નીચે ઉતર્યા. એ વખતે ફૂલોનો ગુલદસ્તો છોકરીને આપ્યો અને કહ્યું, ” હું સમજી ગયો છું કે તને આ ગુલદસ્તો ગમી ગયો છે. અને મને લાગે છે કે તને આ ગુલદસ્તો આપવાથી મારી પત્ની પણ ઘણી ખુશ થશે. હું તેને કહી દઈશ કે મેં તેનો ગુલદસ્તો તને આપી દીધો છે.”
               છોકરીએ ખુશ થઈને ગુલદસ્તો લઈ લીધો અને જોયું કે વૃદ્ધ દાદા બસમાંથી ઉતરી એક નાનકડા કબ્રસ્તાન તરફ જઈ રહ્યા હતા.