(ગતાંકથી આગળ)
પુત્રના આવા વર્તનથી કંટાળી પિતાએ નાનકને નોકરીએ લગાવ્યા. ત્યાં પણ એમના સ્વભાવનુંસાર નાનકે કામ કર્યું. નાનકનાં સંસારમાં બે પુત્ર થયા શ્રીચંદ્ર અને લક્ષ્મીચંદ્ર. એક દિવસ નાનક નદીએ સ્નાનાર્થે ગયા ત્યાં એક સાધુએ કહ્યું કે ‘ તું શા માટે આવ્યો છે ? અને શું કરે છે ? ’
બસ એક પ્રશ્ને ગૌતમની માફક ગુરૂ નાનકની આંખ ઉઘાડી નાખી, પછી તો એ સંત સાથે સતસંગ કર્યો અને ગુરૂ ચાલી નીકળ્યા, તે ઘરે પાછા ફર્યા જ નહી સાચુ એમને સમજાઇ ગયું. લાહોરથી નીકળી હરિદ્વાર થઇ દિલ્હી આવ્યા. તે સમયે બાદશાહ સિકંદર હતો. એના કાને એવી વાત આવી કે ગુરૂ નાનક નામનો એક સાધુ ઉપદેશ આપે છે અને હિન્દુ મુસલમાન બંને તેમના શિષ્ય બને છે. સિકંદરને આ વાત ગમી નહી એણે તેમને શિષ્ય સાથે જેલમાં પુરી દીધા, તે દળવાનું કામ આપ્યું. નાનકજીએ બધાને દળવાની ઘંટી છોડાવી ને કહ્યું ચાલો ઇશ્વરની ભÂક્ત કરો. આવા આદેશે જાયુ તો એકલી એકલી ઘંટી ફરતી રહી અને અનાજ દળાતું રહ્યું.સિકંદરને જાણ થતા એ જેલખાનામાં આવ્યો આવો ચમત્કાર જાઇને ગુરૂ નાનકજીનો એ શિષ્ય બની ગયો ત્યારે બાદશાહે નાનક અને ગુરૂ સમાન તમામ સાધુ સંતોને છોડી દેવા હુકમ કરાવ્યો. બીજુ નાનક ગુરૂએ અમૃતવાણી બોલતા કહ્યું હવેથી સાધુ – સંત અને ફકિરોને કદી સતાવશો નહી, ફકિરોની હાય તમારૂ રાજ્ય નષ્ટ ભ્રષ્ટ કરી નાખે નહી તે માટે સજાગ રહેજા, પ્રભુએ તમને પ્રજાના સેવક બનાવ્યા છે.
ત્યાંથી નીકળી નાનકજી અલગીઢ, મથુરા, વૃંદાવન, આગ્રા, કાનપુર, લખનૈા અને અયોધ્યા થઇ કાશી આવ્યા એમાં કેટલાય પંડિતો સાથે ઇશ્વરની વાતો કરી. ત્યાંથી પટના, ભાગલપુર, ઢાકા થઇ આસામ ગયા ત્યાં દેવિભક્તાને જ્ઞાન આપી. સિલહી, મણીપુર વગેરે સ્થળોએ ફર્યા, કલકત્તા અને કટકમાં એમણે સર્વાત્મી પરમેશ્વરને સંબોંધીને સારો ઉપદેશ આપ્યો. પાછા ત્યાંથી ચીલકા સરોવરના કિનારે થઇ મહા નદી ઉતરી જંગલોમાં થઇ નર્મદા કાંઠે જબલપુર આવ્યા ત્યાંથી વતન પાછા ફર્યા આમ હિન્દમા પ્રથમ યાત્રામાં એક મર્દાના નામે મુસ્લિમ શિષ્ય હતો.