દિલ્હીના ગુરૂગ્રામમાં ખુલ્લામાં નમાઝ પઢવા સામે સ્થાનિક લોકોનો વિરોધ વધી રહ્યો છે ત્યારે હવે તેમાં વિશ્વ હિન્દુ પરિષદે પણ ઝંપલાવ્યુ છે.
નમાઝના મુદ્દે સંયુક્ત હિન્દુ સંઘર્ષ સમિતિ નામનુ સંગઠન પહેલેથી જ વિરોધ કરી રહ્યુ છે. પહેલા તેમણે સેક્ટર ૪૭ અને સેકટર ૧૨માં નમાઝ પઢવાનો વિરોધ કર્યો હતો અ્‌ને હવે તેમણે તમામ ૩૭ જગ્યાએ વિરોધ કરવાનુ એલાન કર્યુ છે.
સંયુક્ત હિન્દુ સંઘર્ષ સમિતિ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બીજા સંગઠનો આ વિરોધમાં સામેલ થશે. તેમણે જાહેરાત કરી છે કે, ગુરૂગ્રામમાં ૩૭ સ્થળોએ ગોર્વધન પૂજા અને ભજન કિર્તન કરવામાં આવશે. કોઈ પણ સંજાગોમાં જાહેરમાં શુક્રવારની નમાઝ પઢવા દેવાશે નહીં.
ત્રણ વર્ષ પહેલા સરકાર ગુરુગ્રામમાં ૩૭ જગ્યાઓ પર સરકારે નમાઝ અદા કરવાની મંજૂરી આપી હતી. તે સમયે પણ આ વાતનો વિરોધ થયો હતો. જાકે છેલ્લા કેટલાક મહિનાઓથી સ્થાનિક લોકોનો તેની સામેનો વિરોધ વધારે ઉગ્ર બન્યો છે.