સાવરકુંડલા સ્થિત તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ધાર્મિક અને લોકસેવા પ્રવૃત્તિઓથી ભરપૂર અને વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય આયોજનમાં ગુરુપૂજન, યજ્ઞ, પૂજા વિધિ અને વૃક્ષારોપણ જેવા ધાર્મિક કાર્યોની સાથે સાથે જરૂરતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી વિતરણ તેમજ નિરાધાર વ્યક્તિઓને તાલપત્રી વિતરણ જેવી અનેક સેવાઓનો સમાવેશ થતો હતો, જેના થકી આશ્રમ ખરા અર્થમાં ‘સેવાયજ્ઞનું ધામ’ બન્યો હતો. યજ્ઞ સમાપ્તિ બાદ, આશ્રમ દ્વારા અત્યંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં સુરભી સ્ટેશનરીના દદુભાઈએ નોટબુક આપીને સહયોગ આપ્યો હતો, જ્યારે અતુલભાઈ દ્વારા સંપૂર્ણ શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં વધુ એક પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી હતી.