અમરેલી જિલ્લામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સાર્થક કરવા સૂચના આપેલ હોય જે અન્વયે ગુમ થયેલ મિલકત શોધી મૂળ માલિકને પરત કરવા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સાર્થક કરી તેની અમલવારી કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે લાઠી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ. સોનીની સૂચના અને માર્ગદર્શન નીચે ભુપતભાઈ મગનભાઈ ઝાપડિયા રહે. લાઠી વાળાની માલિકીનું યામાહા કંપનીનું મોટરસાયકલ પોતાના ઘર પાસે પાર્ક કરેલ હોય ત્યાંથી ગુમ થઈ જતા આ મોટરસાયકલ લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવતા ટેકનિકલ સોર્સથી મોટર સાયકલનો રજીસ્ટર નંબર મેળવી મોટરસાયકલ મૂળ માલિકને સોંપવામાં આવ્યું હતું.