ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે, આયુષ્યમાન આરોગ્ય મંદિર અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વડેરા ગામમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વડેરા ગામમાંથી ૨૦ યુનિટ અને રંગપુર ગામમાંથી ૦૧ યુનિટ મળીને કુલ ૨૧ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે વડેરા ગામના સરપંચ ભરતભાઈ હપાણી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ માગરોલીયા, મેડિકલ ઓફિસર ડો. કીર્તીબેન મણવર, આયુષ્યમાન આરોગ્ય મંદિરના સ્ટાફ સપનાબેન રાણવા, કિરણબેન દુધાત, ડી.જી. રાજ્યગુરુ, બીલકીસબેન ભટ્ટી, કાજલબેન જાદવ અને અમરેલી શાંતા બા બ્લડ બેન્કનો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વડેરા ગામના અગ્રણીઓ સતીસભાઈ દેવાણી, કમલેશભાઈ દેથળિયા, વિજયભાઈ બારૈયા, રાજુભાઈ નાકરાણી, પરેશભાઈ માગરોલીયા, પ્રફુલભાઈ માગરોલીયા, રહીમભાઈ ભટ્ટી, વિજયભાઈ ગુણા અને હસમુખભાઈ ચોવટીયાએ પણ હાજરી આપી હતી.