ગુજરાતે ફરી એકવાર સાબિત કર્યું છે કે નીતિગત દૃઢતા, વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીનું સંયોજન કોઈપણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં પરિવર્તિત કરી શકે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, રાજ્ય સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના માટે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે નિર્ધારિત ૩.૦૫ લાખ સોલાર રૂફટોપ પેનલના સ્થાપનનો લક્ષ્યાંક સમય પહેલા જ પ્રાપ્ત કરી લીધો છે.
૧૧ મે ૨૦૨૫ સુધીમાં, ગુજરાતમાં ૩.૩૬ લાખ સોલાર રૂફટોપ પેનલ લગાવવામાં આવ્યા હતા. ગુજરાતના ૩.૦૩ લાખ ગ્રાહકોને કેન્દ્ર સરકાર તરફથી ૨૩૬૨ કરોડ રૂપિયાની સબસિડી મળી હતી. ગુજરાતમાં લગાવવામાં આવેલા ૩.૩૬ લાખ સોલાર રૂફટોપ પેનલમાંથી ૧૨૩૨ મેગાવોટ ઉર્જા ઉત્પન્ન થઈ હતી. આ ઉર્જા ઉત્પાદનના પરિણામે ૧૨૮૪ મેટ્રિક ટન કોલસાની બચત થઈ હતી અને ૧૫૦૪ મેટ્રિક ટન ર્ઝ્રં૨ ઉત્સર્જનમાં ઘટાડો થયો હતો.
રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, ૧૧ મે, ૨૦૨૫ સુધીમાં, પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતમાં ૩.૩૬ લાખ સોલાર રૂફટોપ પેનલ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. આ યોજનાના ઉત્તમ અમલીકરણને કારણે, આજે એકલા ગુજરાત દેશમાં સૌર છત સ્થાપનોમાં ૩૪% યોગદાન આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ, ગુજરાતના ૩.૦૩ લાખ ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા ? ૨૩૬૨ કરોડની સબસિડી આપવામાં આવી છે.
આ યોજનાની સફળતામાં દેશના ટોચના પાંચ રાજ્યોની વાત કરીએ તો, ગુજરાત પહેલા નંબરે છે, મહારાષ્ટ્ર ૧.૮૯ લાખ સોલાર રૂફટોપ પેનલ ઇન્સ્ટોલેશન સાથે બીજા સ્થાને છે, ઉત્તર પ્રદેશ ૧.૨૨ લાખ ઇન્સ્ટોલેશન સાથે ત્રીજા સ્થાને છે, કેરળ ૯૫ હજાર ઇન્સ્ટોલેશન સાથે ચોથા સ્થાને છે અને રાજસ્થાન ૪૩ હજાર ઇન્સ્ટોલેશન સાથે પાંચમા સ્થાને છે.
ડેટા અનુસાર, ગુજરાતમાં ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ સ્થાપિત ૩.૩૬ લાખ સોલાર રૂફટોપ સિસ્ટમ્સે ૧૨૩૨ મેગાવોટથી વધુ ઊર્જા ઉત્પન્ન કરી છે જે પરંપરાગત વીજ ઉત્પાદનના ૧૮૩૪ મિલિયન યુનિટ જેટલી છે. જા કોલસા આધારિત પ્લાન્ટમાંથી પણ એટલી જ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવી હોત, તો લગભગ ૧૨૮૪ મેટ્રિક ટન કોલસાનો વપરાશ થયો હોત. આ બચતને કારણે, વાતાવરણમાં ૧૫૦૪ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન પણ અટકાવવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૪ માં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, નાગરિકોને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી આપવાની સાથે, ૩ કેડબ્લ્યુ સુધીની સિસ્ટમ પર ૭૮ હજાર સુધીની સબસિડી આપવામાં આવે છે. છત ધરાવતો કોઈપણ ઘરમાલિક આ યોજના માટે પાત્ર છે. અરજી પ્રક્રિયા સરળ અને સંપૂર્ણપણે ઓનલાઈન છે,
ગુજરાતમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાની અભૂતપૂર્વ સફળતા પાછળ, વહીવટીતંત્રની દૂરંદેશી કામગીરીએ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી નથી, પરંતુ અહીંના જાગૃત જનતા અને સ્થાનિક સંસ્થાઓની સક્રિય ભાગીદારીએ પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રાજ્ય સરકારે નાગરિકોને યોજનાના ફાયદાઓથી વાકેફ કરવા માટે દરેક ગામ અને શહેરમાં એક વિશાળ જનજાગૃતિ અભિયાન ચલાવ્યું અને અરજી પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવી. આ સમન્વીત અને સમર્પિત પ્રયાસો આજે ગુજરાતને નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં દેશ માટે એક આદર્શ મોડેલ તરીકે સ્થાપિત કરી રહ્યા છે.